ગુજરાત
News of Monday, 7th October 2019

વાંસદા પંથકમાં વીજ ધાંધિયાથી ખેડૂતો ત્રાહિમામ :ધારાસભ્યની આગેવાનીમાં આદિવાસી-ખેડૂતોની રેલી : વીજ બીલની હોળી કરી

રાત્રીના સમયે વીજળી આપતા ખેડૂતોને પરેશાની ; મજૂરોને કામ કરવા આવતા નહીં હોવાથી મુસીબત

વાંસદા : રાજ્ય સરકાર 24 કલાક ગામડાઓમાં વીજળી આપ્યાની જાહેરાત કરતા થાકતું નથી ત્યારે નવસારીના અંતરિયાળ ગણાતા વાંસદા તાલુકામાં 3 મહિનાથી માત્ર 8 કલાક વીજળી આદિવાસી ખેડૂતોને રડાવી રહી છે. છેલ્લા 3 મહિનાથી વાંસદા તાલુકામાં દક્ષિણ ગુજરાત વીજ કંપની રાત્રીના 8 કલાક વીજળી આપી રહી છે જેના કારણે નાના ખેડૂતો જેનું જીવન ખેતી પર નભતું હોય એવા લોકોએ માથે હાથ દેવાનો વારો આવ્યો છે જેમાં રાત્રીની વીજળી ના કારણે મજૂરો કામ કરવા ન આવતા હોવાથી ભારે મુસીબત વેઠવી પડી રહી છે રાત્રીના વન્ય પ્રાણીઓનો ખતરો જીવ તાળવે ચોંટાડી દે છે આદિવાસી ખેડૂતોની રજુઆત છતાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીનું પેટનું પાણી પણ ના હાલત આજે ધારાસભ્યની આગેવાનીમાં એક રેલી કાઢી વીજ બીલની હોળી કરવામાં આવી હતી સાથે મામલતદારને આવેદન પણ આપવામાં આવ્યું હતું.

(9:00 pm IST)