ગુજરાત
News of Monday, 7th October 2019

વડોદરાના ડભોઈમાં ધારાસભ્યની પુત્રીની કાર પર હુમલો : વાહન ટકરાતા સાત શખ્સોની તોડફોડ :દંપતીની ધરપકડ

ધારાસભ્ય શૈલેષ મહેતાએ કહ્યું દાંડીયા બજારમાં અવાર-નવાર યુવતીઓની છેડતી થાય છે. પોલીસ નિષ્ક્રિય

વડોદરાના ડભોઈમાં ધારાસભ્યની પુત્રીની કાર પર હુમલાની ઘટના બનતા વિવાદ સર્જાયો છે. પોલીસે હુમલો કરનાર દંપતીની ધરપકડ કરી છે જયારે ધારાસભ્યએ પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા.

    આ અંગે મળતી વિગત મુજબ ડભોઈના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાની પુત્રી પર હુમલાની ઘટના સામે આવી છે.શૈલેષ મહેતાની પુત્રી રતી મહેતા જ્યારે દાંડિયા બજાર ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન અન્ય વાહન સાથે તેની કાર અથડાઈ હતી. જેને લઈને તકરાર થયા બાદ મામલો વધુ ગરમાતા 7 જેટલા શખ્સોએ તેના પર હુમલો કર્યો હતો. તેની કારના કાચ તોડી નાખ્યા હતા

   ધારાસભ્ય શૈલેષ મહેતાએ કહ્યું કે, દાંડીયા બજારમાં અવાર-નવાર યુવતીઓની છેડતી થાય છે. પોલીસ નિષ્ક્રિય હોવાથી આ પ્રકારની ઘટનાઓ ઘટી રહી છે. પરંતુ સવાલ એ થાય છે કે, હુમલાના આરોપમાં ધરપકડ એક દંપત્તિની કરવામાં આવી છે. શું દંપત્તિ તેની પુત્રીની છેડતી કરતા હતા. અહીં એવું તો નથીને કે, ધારાસભ્ય પોતાની પુત્રીની ભૂલને છુપાવવા માટે આ પ્રકારના નિવેદન આપી રહ્યા છે.

(8:07 pm IST)