ગુજરાત
News of Monday, 7th October 2019

વિરમગામ આઇસીડીએસ ઓફીસ ખાતે "નવદુર્ગા બાલિકા પૂજન" કાર્યક્રમ યોજાયો : 37 આંગણવાડીની બાલિકાઓનું પૂજન કરાયું

પૂજન અને આરતી કરાયા બાદ બાલિકાઓને નાસ્તો આપીને સામુહિક ઉજવણી કરાઈ

 વિરમગામ : નવરાત્રિમાં રાજય સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા અને ભા.જ.પ સંગઠન દ્વારા  " નવદુર્ગા બાલિકા પૂજન " નું આયોજન ગુજરાતની આંગણવાડીઓમાં કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત વિરમગામ માં આઇસીડીએસ ની ઓફીસમાં 37 આંગણવાડીઓ ની નાની બાળાઓ નું પૂજન કરવામાંઆવ્યું હતું અને આરતી કરવામાંઆવી હતી. બાલીકાઓને નાસ્તો આપીને સામુહિક ઉજવણી કરવામાં આવી હતી.

    આ કાર્યક્રમમાં વિરમગામના પુર્વ ધારાસભ્ય ડૉ. તેજશ્રીબેન પટેલ, વિરમગામ તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન પ્રમોદભાઇ પટેલ, મહેશભાઈ પરમાર, સીડીપીઓ રતનબેન, મુખ્ય સેવિકા બહેનો, આંગણવાડી કાર્યકરો સહીત મોટી સંખ્યામાં બાલીકાઓ ઉપસ્થિત રહ્યા હતા.

     વિરમગામના પુર્વ ધારાસભ્ય ડૉ.તેજશ્રીબેન પટેલે જણાવ્યું હતું કે, સ્ત્રી ભ્રુણ હત્યા અટકે , દીકરા - દીકરી નો ભેદભાવ ઘટે ,સેક્સ રેસીઓ વધે , કુપોષણ દૂર થાય તે હેતુથી  નવરાત્રીમાં જુદા જુદા માતાજીઓની પૂજાની સાથે સાક્ષાત જીવંત માતાજી બાલીકાઓની પૂજા કરવામાં આવી હતી. આપણે મહિલા ઓ ને માન સન્માન આપીએ અને પ્રોત્સાહન પૂરું પાડીએ.  વિરમગામમાં આઇસીડીએસ ની ઓફીસમાં 37 આંગણવાડીઓ ની નાની બાળાઓનું પૂજન કરવામાં આવ્યું હતું.

(7:00 pm IST)