ગુજરાત
News of Monday, 7th October 2019

ગાંધીનગરમાં માં સરસ્વતીના ધામ સમાન શાળામાં શિક્ષકે સંસ્કાર નેવે મૂકી વિદ્યાર્થીનીઓ સાથે બીભત્સ ચેનચાળા કરતા ગુનો દાખલ

ગાંધીનગર: શહેરમાં શાળા કોલેજ આમ તો મા સરસ્વતીના ધામ છે અને અહીં વિદ્યા પીરસવાની હોય છે પરંતુ ઘણા શિક્ષકો તેમની જવાબદારી ભુલી સંસ્કારો નેવે મુકીને વિદ્યાર્થીનીઓ સાથે બિભત્સ વર્તન કરતાં હોય છે જે અંગે અગાઉ પણ ઠેકઠેકાણે ફરિયાદો ઉભી રહી છે ત્યારે ગાંધીનગર શહેર નજીક આવેલા અડાલજ ગામની માણેકબા કૃષિ વિદ્યાલયમાં ફરજ બજાવતાં શિક્ષક સામે પણ વિદ્યાર્થીનીઓ સાથે શારિરીક અડપલાં કરી બિભત્સ કોમેન્ટ કરી હોવાની ફરિયાદ અડાલજ પોલીસ મથકમાં એક વિદ્યાર્થીનીની માતાએ નોંધાવી છે જેના પગલે અડાલજ પોલીસે  અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અડાલજ વિસ્તારમાં રહેતી એક સગીરા અડાલજમાં આવેલી માણેકબા કૃષિ વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. સગીરાની સાથે તેની અન્ય બહેનપણીઓ પણ કલાસરૂમમાં હોય ત્યારે તેમજ મેદાનમાં રમતાં હોય ત્યારે શાળાના શિક્ષક રામાભાઈ એસ.પટેલ દ્વારા બદદાનતથી શારીરિક અડપલાં કરવામાં આવતાં હોય છે અને વિદ્યાર્થીનીઓ સામે બિભત્સ કોમેન્ટ પણ કરવામાં આવતી હોય છે.

(6:00 pm IST)