ગુજરાત
News of Monday, 7th October 2019

સુરતના ઉઘનામાં એક્ટિવા લઈને જતી મહિલાના હાથમાંથી બાઈક સ્નેચરો પર્સ આંચકી જતા મહિલા નીચે પટકાઈ: ગંભીર રીટા ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાઇ

સુરત:ઉધના બસ ડેપો સામે એકટીવા પર પસાર થઇ રહેલી મહિલાના હાથમાંથી મોટરસાયકલ સવાર સ્નેચરોએ પર્સ આંચકતા મહિલા રોડ પર પટકાતા ઇજાગ્રસ્ત બની હતી.વરાછા ભાતની વાડી નજીક ખોડિયાર નગરમાં રહેતા લતાબેન દિલીપ ગરાસીયા (.. 37) ભેસ્તાના એન.એફ.આઇ ગાર્ડનમાં ટિકીટ કાઉન્ટર પર નોકરી કરે છે. શનિવારે રાત્રે 9-30 વાગ્યાના અરસામાં નોકરી પૂર્ણ કરી એકટીવા પર પરત ઘરે જવા નીકળ્યા હતા.

(5:57 pm IST)