ગુજરાત
News of Monday, 7th October 2019

વડોદરા: બાથરૂમ-ટોયલેટ સાફ કરવા માટે ભરેલ એસિડની ખરાબ અસરથી યુવતીનું ગણતરીની કલાકોમાં મોત નિપજતા અરેરાટી

વડોદરા: શહેરમાં બાથરૃમ-ટોયલેટ સાફ કરવા માટે પ્લાસ્ટિકની બોટલમાં મળતા પીળા કલરના એસિડની અસર કેટલી ખતરનાક હોય છે તે કરજણમાં આજે બનેલી એક ઘટના પરથી ખબર પડે છે. કરજણ-નવાબજારમાં રહેતી યુવતીને બાથરૃમ સાફ કરતી વખતે એસિડની અસર થતાં ગણતરીના કલાકોમાં તેનું મોત થયુ હતું

નવાબજારમાં આવેલી  વિશ્વકર્માસોસાટીમાં રહેતી તન્વી હાર્દિકભાઇ ગોહિલ (.૨૫) આજે સવારે ૧૨.૩૦ વાગ્યાના અરસામાં ઘરમાં એસિડથી બાથરૃમ સાફ કરી રહી હતી. દરમિયાન એસિડના ધુંમાડા (ગેસ)ની અસરમાં તેનો શ્વાસ રૃંધાવા લાગ્યો હતો અને અર્ધબેભાન અવસ્થામાં આવી જતા તન્વીને કરજણ ખાતે દવાખાનામાં લઇ જવાઇ હતી જો કે તેની સ્થિતિ ગંભીર હોવાથી તેને વડોદરા રિફર કરવામાં આવી હતી.

(5:54 pm IST)