ગુજરાત
News of Monday, 7th October 2019

અમદાવાદમાં પતિ-પત્નીના ઝઘડાનો અનોખો કિસ્સો સામે આવ્યો: પતિ ઘરે મોડો આવતા પત્નીએ માથામાં લાકડીના ફટકા માર્યા

અમદાવાદ: શહેરમાં પતિ પત્નીના ઝઘડાના મોટેભાગે પત્ની પતિના મારનો ભોગ બનતી હોય છે. પરંતુ વાસણામાં બનેલા બનાવમાં નોકરી પરથી મોડા ઘરે આવતા પતિને રાત્રે કેમ મોડા ઘરે આવો છો કહીને પતિના માથામાં લાકડી ફટકારતા લોહીલુહાણ હાલતમાં તેને હોસ્પિટલ ખસેડવો પડયો હતો. જ્યારે વસ્ત્રાપુરમાં ત્રાસ આપતા પતિ વિરૃધ્ધ ફરિયાદ કરતા પોલીસે પતિને ઝડપી લીધો હતો. જોકે જામીન પર છુટેલા પતિએ ઓફિસેથી ઘરે જતી પત્નીનો પીછો કરીને તને શાંતિથી જીવવી નહી દઉં કહીને ધમકી આપી હતી.

વાસણામાં કેશવાણીનગરમાં રહેતો ગૌતમ એસ.પરમાર(૨૦) માનવમંદીર પાસે પેટોર્લપંપ પર કામ કરે છે. તેના પરિવારમાં પત્ની ઈલાબહેન અને સાત વર્ષનો દિકરો છે. ઈલા નાની નાની વાતોમાં પતિ સાથે ઝઘડો કરતી રહેતી હતી. કેશવાણીનગરમાં રહેતી ગૌતમની બહેન તેમના ઘરે આવે ત્યારે પણ ઈલા જેમ ફાવે તેમ બોલીને અમારા ઘરે આવવાનું નહી કહીને ઝઘડો કરતી હતી. રિસાઈને નજીકમાં તેના પિયરમાં જતી રહેતી પત્નીને ગૌતમ સમજાવીને પરત ઘરે લાવતો હતોદરમિયાન ગૌતમ નોકરી પરથી રાત્રે ઘરે આવીને જમવા બેઠો હતો ત્યારે ઈલાએ ઘરે કેમ મોડા આવો છો એમ કહીને ઝઘડો કર્યો હતો.

(5:51 pm IST)