ગુજરાત
News of Monday, 7th October 2019

સુરતમાં સગીર સહિત ૩ શખ્સોએ ચોરીને અંજામ આપ્યો હતોઃ પોલીસ દ્વારા પ૭ મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત

સુરત: સુરતમાં મોબાઈલ ચોરી અને સ્નેચિંગ કરનારનો ત્રાસ વધી રહ્યો હતો. દરમ્યાન સુરતની ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મોબાઈલની ચોરી અને સ્નેચિંગ કરતી ગેંગને ઝડપી પાડી છે. બે સગીર સહિત એક શખ્સને પોલીસે ઝડપી પાડી પોલીસે કુલ 57 મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને એક મોટી સફળતા હાથ લાગી હોય તેવું કહી શકાય છે. કારણ કે, ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એવી ગેંગને ઝડપી પાડી છે. જેનો ત્રાસ સુરતમાં છેલા થોડા દિવસોથી વધી રહ્યો હતો. થોડા સમયથી શહેરમાં મોબાઈલની ચોરી અને રસ્તા પરથી મોબાઈલ ઝૂંટવી લેવાની અનેક ફરિયાદો સામે આવી રહી હતી. દરમ્યાન સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને આવી એક ગેંગને ઝડપી પડવાની સફળતા હાથ લાગી છે. જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બે સગીર સહિત એક શખ્સને ઝડપી પાડ્યો છે. અને તેમની પાસેથી પોલીસે ચોરી અને લૂંટના 57 મોબાઈલ કબજે કર્યા છે.

સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસના જાપ્તામાં ઉભેલો આ અબુ અમીર ઉર્ફે લાલા ચોરી કરાયેલા અને લૂંટ કરાયેલા મોબાઈલ ખરીદતો હતો. ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને આ અંગેની ચોક્કસ બાતમી માળી હતી. જેને આધારે પોલીસે આ આખા રેકેટને ઝડપી પડ્યું છે. પોલીસે અબુની સાથે બે કિશોર સાગરીતોને પણ ઝડપી પડયા છે. દરમ્યાન તેમની પૂછ પરછમાં જાણવા મળ્યું કે, આ આખા રેકેટમાં મુખ્ય માસ્ટર માઈન્ડ મોબાઈલની ખરીદી કરનાર અબુ અમિર જ છે. અબુ અમીર નવા નવા છોકરા પાસે મોબાઈલની ચોરી અને લૂંટ કરાવતો હતો.

અબુ અમીર તમને લૂંટ કરવા માટે મોટરસાયકલ પણ ભાડેથી આપતો હતો. ઉપરાંત લોકોની નજર ચૂકવી કે ઓટો રિક્ષામાં મુસાફરો સાથે ધક્કામૂકી કરી મોબાઇલની ચોરી પણ તે તેની ગેંગ પાસે કરાવતો અને બાદમાં તેમની પાસેના ચોરી મોબાઈલ તે ખરીદી લેતો હતો. અબુ આ પ્રકારની આઠ જણાની ગેંગ બનાવી મોબાઇલની ચોરી કરાવતો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું. ત્યારે પોલીસે તેમની પાસથી ચોરી અને લૂંટના કુલ 57 મોબાઈલ અને રોકડ મળી 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

જોકે સુરત ક્રાઇમ પોલીસે પકડેલા ગેંગની સઘન પૂછપરછ કરતા અને ચોરી ઉપરાંત લૂંટ કરાયેલા મોબાઈલની તાપસ કરતા સુરતના જુદા જુદા 12 પોલીસ મથકના 30 જેટલા ગુનાઓની ભેદ ઉકેલાયો હતો. જેમાં કતારગામ  5 ,પુણા 1 , રાંદેર 3 ,વરાછા 1  ,લાલાગેટ 2  ,મહિધરપુરા 6, ઉધના 1,  અડાજણ 1, ઉમરા 3, અઠવાલાઇન્સ 3, ચોકબજાર 3, ખટોદરા 1 મળી કુલ 12 પોલીસ મથકના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

કિશોર સહિત અબુ અમીર પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા. પકડાયેલ બંને સગુર આરોપીઓ અગાવ મોબાઈલ ચોરી ,વાહન ચોરી ,ચેઇન સ્નેચિંગ જેવા 5 જેટલા ગુનાઓમાં પકડાઈ ચુક્યા છે, જ્યારે મુખ્ય આરોપી અબુ મોબાઈલ ચોરીના 6 ગુનાઓમાં પકડાઈ ચુક્યો છે. જોકે સુરત ક્રાઇમ પોલીસ અબુની ગેંગની ધરપકડ કરી છે હાલ પણ સઘન પૂછપરછ કરાઈ રહી છે. ગેંગના અન્ય સાગરીતોને પકડાવી સાથે અન્ય કેટલા ગુનાઓ આચાર્ય છે તે દિશામાં તાપસ કરી રાગી છે.

(5:16 pm IST)