ગુજરાત
News of Monday, 7th October 2019

સુરતના પલસાણાના એના ગામે ગરબામાં બૉલીવુડ કલાકારોએ ધૂમ ધૂમ મચાવી ;મલાઈકા અરોરાએ ખેલૈયાઓને ગરબાના તાલે ઝુમાવ્યા

મલાઇકા ગરબાના સ્ટેજ પર આવતા જ ખેલૈયાઓનો ઉત્સાહ બેવડાઈ ગયો

સુરતના પલસાણા તાલુકાના એના ગામે નવરાત્રી ગરબામાં બોલીવુડના કલાકારોએ ધૂમ મચાવી હતી..સાતમા નોરતે અભિનેત્રી મલાઈકા અરોરાએ ખેલૈયાઓને ગરબાના તાલે ઝુમાવ્યા હતા. મલાઇકા ગરબાના સ્ટેજ પર આવતાજ ખેલૈયાઓનો ઉત્સાહ બેવડાઈ ગયો હતો. બીજી બાજુ અન્ય ખેલૈયાઓએ મલાઇકાને જોવા માટે ભારે ભીડ જમાવી દીધી હતી.

(6:17 pm IST)