ગુજરાત
News of Monday, 7th October 2019

સુરતના રાંદેરમાં બેન્ક ઓફ બરોડામાં મળ્યો ધમકીપત્ર : બે કર્મચારીઓને જાનથી મારી નાખવા સોપારી આપ્યાનો ઉલ્લેખ

બેંકના મેનેજરે રાંદેર પોલીસ સ્ટેશનમાં અરજી કરી

સુરતના રાંદેર ટાઉનમાં આવેલી બેંક ઓફ બરોડાના એક પત્ર મળ્યો છે. પત્રમાં બે કર્મચારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. પત્રમાં એક મહિલા અને પુરૂષ કર્મચારીની પાંચ લાખમાં સોપારી આપી હોવાનો ઉલ્લેખ કરાયો છે. ત્યારે ધમકી ભર્યા આ પત્રને લઈને બેંકના મેનેજરે રાંદેર પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

(11:39 pm IST)