ગુજરાત
News of Saturday, 7th September 2019

આણંદ નજીક હાડગુડમાં એક સાથે ત્રણ શખ્સો ગુમ થઇ જતા અરેરાટી: પોલીસ ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

આણંદ: નજીક આવેલા હાડગુડ ગામે રહેતો રાજુભાઈ બચુભાઈ જાદવ (ઉ. વ. ૩૭)ગત ૪થી તારીખના રોજ ક્યાંક ગુમ થઈ જવા પામ્યો હતો. બીજા બનાવમાં આણંદના મોટા અડદ ખાતે રહેતી ચંપાબેન નટુભાઈ ઠક્કર (ઉ. વ. ૬૮)ગત ૪થી તારીખના રોજ ઘરેથી નીકળીને ક્યાંક ગુમ થઈ જવા પામી હતી.

જ્યારે આંકલાવના સુર્યનગર રામપુરા રોડ ઉપર રહેતી મિત્તલબેન અશ્વિનભાઈ ગોહેલ (ઉ. વ. ૧૯)ગત ૪થી તારીખના રોજ ઘરેથી કોઈને પણ કહ્યા વગર નીકળીને ગુમ થઈ જવા પામી હતી. આ અંગે પોલીસે જાણવા જોગ નોંધો દાખલ કરીને શોધખોળ હાથ ધરી છે.

 

(5:17 pm IST)