ગુજરાત
News of Saturday, 7th September 2019

જલ શક્તિ અભિયાન અંતર્ગત શંખેશ્વરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

રીલાયન્સ ફાઉન્ડેશનની ટીમ ફોરેસ્ટ વિભાગની ટીમ તેમજ તાલુકા વહીવટી તંત્ર દ્વારા પર્યાવરણ બચાવવા કામગીરી

પાટણ : જલ શક્તિ અભિયાન અંતર્ગત પાટણ જિલ્લાના દરેક તાલુકામાં પાણી અને પર્યાવરણ બચાવવા બાબતે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ હાથ ધરાઈ રહી છે જેમાં શંખેશ્વર માં આજે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

શંખેશ્વરમાં જિલ્લા કલેકટર આનંદભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પારેખ, જિલ્લા ખેતીવાડી અધિકારી અને નાયબ જીલ્લા વિકાસ અધિકારી શૈલેષભાઈ પટેલ જિલ્લા ફોરેસ્ટ અધિકારી રાજપુત શંખેશ્વરના મામલતદાર  ગઢવી, શંખેશ્વર તાલુકા વિકાસ અધિકારી કલ્પનાબેન ચૌધરી તેમજ રિલાયન્સ ફાઉન્ડેશનના ભરતભાઈ પટેલ તેમજ રીલાયન્સ ફાઉન્ડેશનની ટીમ ફોરેસ્ટ વિભાગની ટીમ તેમજ તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓની શંખેશ્વર ગ્રામ પંચાયત ની ઉપસ્થિતિમાં શંખેશ્વર ને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે શંખેશ્વર ના મુખ્ય રસ્તાઓ પર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો જેમાં દશામા ના મંદિર થી લઇ અને રૂણી ગામ ના પાટીયા સુધી ના મુખ્ય રસ્તાને વૃક્ષારોપણ દ્વારા સ્વચ્છ અને સુંદર બનાવવા નું આયોજન કરેલ છે જેમાં શંખેશ્વર ની જૈન સમુદાયની વિવિધ સંસ્થાઓ નો સહકાર ફોરેસ્ટ વિભાગ અને ગ્રામ પંચાયતની મદદથી શંખેશ્વર ને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે ભવ્ય આયોજન હાથ ધરાઇ રહ્યું છે જેમાં ખાસ કરીને પાટણ જિલ્લાના એક ધાર્મિક અને પર્યટક સ્થળ તરિકે વિકાસ કરવા તેમજ પાટણ જિલ્લાના મોડેલ ગામ તરીકે વિકસિત કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર તાલુકા વહીવટીતંત્ર શંખેશ્વર ગ્રામ પંચાયત શંખેશ્વર ના જૈન અગ્રણીઓ તેમજ શંખેશ્વરની વિવિધ સંસ્થાઓ ના સહયોગ થી આગામી સમયમાં શંખેશ્વર ને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે આયોજન મીટીંગ કરવા બાબતે કલેકટર સાહેબની અધ્યક્ષતામાં મિટિંગનું આયોજન કરેલ છે જેમાં રિલાયન્સ ફાઉન્ડેશન ના અધિકારીઓ દ્વારા શંખેશ્વર માંથી ધન કચરાના વ્યવસ્થાપન માટે તેમજ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટે શંખેશ્વર ગામ ને આદર્શ ગામ બનાવવા માટે ચર્ચા વિચારણા કરેલ અને આ બાબતે કાર્ય કરવા માટે વિવિધ વિભાગોની જવાબદારીઓની ચર્ચા વિચારણા કરી આગામી સમયમાં આ બાબતે કાર્યો કરવા માટે આયોજન કરેલ

(3:25 pm IST)