વડોદરા: કંપનીના કર્મચારીને બંધક બનાવી લૂંટારુઓ લૂંટ ચલાવી રફુચક્કર
વડોદરા:સયાજીગંજના કોમ્પ્લેક્સમાં એક સપ્તાહ પહેલાં જ ઓફિસ શરૂ કરનાર કંપનીના કર્મચારીને આજે બપોરે બંધક બનાવી ત્રણ લૂંટારા કપડાંના પાવડરની બોરીઓ,ફર્નિચર, રોકડ વિગરેની લૂંટ ચલાવી ગયા હતા.
સયાજીગંજની નટરાજ ટાઉનશીપમાં રહેતા સચિન રાજેન્દ્ર યાદવે પોલીસને જણાવ્યું હતું કે,પેશન સ્કવેર ગુ્રપ ઓફ ઇન્ડિયા પ્રા.લિ.નામની અમારી કંપનીની મુખ્ય ઓફિસ સુરતના દિલ્હી ગેટ ખાતે આવેલી છે અને અમદાવાદમાં હાટકેશ્વર ખાતે તેની બ્રાન્ચ આવેલી છે.એક સપ્તાહ પહેલાં વડોદરાના સયાજીગંજ વિસ્તારના ફોનિક્સ કોમ્પ્લેક્સમાં શાખા શરૂ કરાઇ છે.
આજે સવારે ૧૦ વ ાગે હું ઓફિસમાં હતો ત્યારે એક શખ્સે ફોન કરી મેરે દો લડકે કો કામ ચાહિયે..કહી સરનામુ લીધુ હતુ.થોડી વારમાં ત્રણ યુવકો આવ્યા હતા.બે જણા મારી સામે બેઠા હતા અને કામ ક્યા કરના હૈ..કહી વાત કરતા મેં કપડાંના પાવડરનું માર્કેટિંગ કરવાની વાત કરી હતી.