ગુજરાત
News of Friday, 7th September 2018

આંઠ માસના પુત્રનું અપહરણ કરનાર અમદાવાદના પડોશી વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ:ઈસનપુરમાં એક મહિલાના આઠ માસના પુત્રનું અપહરણ કરી જનારા પડોશી યુવક સામે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

મહિલાના રૃમમાં બારીમાંથી જોયા કરતો હોવાથી ઠપકો આપતા આરોપીએ આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે, એમ પોલીસે કહ્યું હતું.

 આ બનાવની વિગત મુજબ ઈસનપુરમાં રાધાકૃષ્ણપાર્ક સોસાયટીમાં અંજુબહેન સંઘવાલ (૨૧) તેમના પતિ અશોકભાઈ સંઘવાલ અને આઠ મહિનાના પુત્ર રીયાન્સ સાથે ભાડેથી રહેતા હતા. મુળ તેઓ ઊત્તરપ્રદેશના વતની છે. અશોકભાઈ બોપલમાં મિસ્ત્રીકામ કરે છે.

(5:23 pm IST)