ગુજરાત
News of Friday, 7th September 2018

દેશના ઓછા વરસાદવાળા ૧૦ ઝોનમાં સૌરાષ્ટ્ર-કચ્છ ૩૬માંથી ૨૬ ઝોનમાં સારો વરસાદઃ દેશના મોટા ડેમોમાં ગયા વર્ષ કરતા બમણુ પાણીઃ ભૂગર્ભ જળસ્તર વધ્યા

આ વર્ષે સરેરાશ ૬૫૫ મી.મી. (૨૬ ઈંચ) પડી ગયો છેઃ નોર્મલ દર વર્ષે ૭૦૦ મી.મી. (૨૮ ઈંચ) પાણી પડે છેઃ હવામાન વિભાગ ખોંખારો ખાઈને કહે છે અમારૂ અનુમાન સંપૂર્ણ સાચું પડયું: જોરદાર-સમાન પડેલા વરસાદને લીધે રવી પાક માટે જમીનમાં પર્યાપ્ત ભેજ સર્જાયો

નવીદિલ્હી તા.૭: ચોમાસુ હવે તેના આખરી ચરણમાં છે. જુનથી લઇને સપ્ટેમ્બર સુધી ચાર મહીના સક્રિય રહેલ ચોમાસાએ આખા દેશને સમાન રીતે ભીંજવ્યો છે. ચોમાસું પાકની જોરદાર સંભાવના સાથે આગામી રવિ પાક માટે પણ માટીમાં પર્યાપ્ત ભેજની ભેટ ચોમાસાએ આપી છે. દેશના બધા મોટા જળાશયોમંા ગયા વર્ષની મુકાબલે આ વર્ષે બમણું પાણી ભરેલું છે. જેના લીધે ભુગર્ભ જળસ્તરમાં ઘણો સુધારો થયો છે.

ચોમાસુ સતત ત્રીજા વર્ષે પોતાના અંતિમ ચરણમાં ઘણું વરસ્યું છે. મોસમ વિભાગ અનુસાર બંગાળની ખાડીમાં હળવા દબાણનું ક્ષેત્ર બની રહયું છે. જેના લીધે દેશના ઉત્તરી રાજયોમાં આવતા અઠવાડીયે જોરદાર વરસાદ થવાની શકયતા છે. આ વર્ષે ચોમાસાનો સરેરાર વરસાદ ૬૫૫ મીમી થયો છે. જયારે નોર્મલ સરેરાશ ૭૦૦ મી.મી. છે. મોસમ વિભાગના મહાનિર્દેશક કે જે રમેશનો દાવો છે કે મોસમ વિભાગે એપ્રિલમાં જે અનુમાન કયંર્ુ હતું તે પુર્ણ રીતે સાબિત થયું છે.

કેન્દ્રીય કૃષિ આયુકત સુરેશકુમાર મલ્હોમાનું કહેવું છે કે આવરસે શાનદાર વરસાદ થયો છે.

આંકડા અનુસાર ભલે છ ટકા વરસાદ ઓછો થયો છે પણ તેનું વિતરણ સમાન રીતે થયું છે દેશના મુખ્ય ૯૧ જળાશયોમાં ૧૬૨ બીલીયન કયુબીક મીટર પાણી ભરેલું છે જયારે ગયા વર્ષે ફકત ૮૫ બીલીયન કયુબીક મીટર પાણીજ ભરેલું હતું. આ વખતે ૧૩૪ ટકા વધાકે પાણી ભરેલું છે જેના લીધે ભૂગર્ભ જળ વધુ રીચાર્જ થશે અને રવિપાક માટે બહુ સારી સંભાવનાઓ છે.

દેશના કુલ ૩૬ કલાઇમેટ ઝોનમાંથી ૨૬માં બહુજ સારો વરસાદ થયો છે. ઓછા વરસાદ વાળા ૧૦ ઝોનમાં પશ્ચિમ રાજસ્થાન, ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ, ઝારખંડ, ઉત્તરી કર્ણાટક અને રાયલસીમા જેવા ક્ષેત્રો સામેલ છે.

(3:38 pm IST)