ગુજરાત
News of Friday, 7th September 2018

નસવાડીના આમરોલીમાં જનજાગરણ કાર્યક્રમ:ગ્રામજનોએ પ્રાથમિક સુવિધાના અભાવ મામલે કલેક્ટરને કરી રજૂઆત

 

છોટાઉદેપુરના નસવાડી તાલુકાના આમરોલી ગામે કલેકટરની ઉપસ્થિતિમાં રાત્રીના સમયે જનજાગરણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં ગ્રામજનોએ પાયાની સુવિધાઓના અભાવ અંગે કલેક્ટરને રજૂઆત કરી હતી.

 ગ્રામજનોએ જણાવ્યું હતું કે આમરોલીમાં ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય છે.તેમજ આધારકાર્ડ મેળવવામાં પડતી મુશ્કેલીઓ વર્ણવી હતી. વૃદ્ધો પાસે રાશનકાર્ડ સહિતના પૂરાવા હોવા છતાં ખાદ્ય સુરક્ષા યોજના અંતર્ગત તેમને અનાજ મળતું નથી.

 ગ્રામજનોએ કહ્યું કે તેમણે મુદ્દે અનેક વખત મામલતદાર સમક્ષ રજૂઆત કરી હોવા છતા તંત્રએ ગ્રામજનોની ફરિયાદ ધ્યાને લીધી નથી.

(10:16 pm IST)