અમદાવાદમાં વાડજ વિસ્તારમાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરી નરાધમે અશ્લીલ ફોટો વાયરલ કરતા ચકચાર મચી જવા પામ્યો
અમદાવાદ:આજનાં સમયમાં લોકોની માનસિકતા ખૂબ જ નીચે આવી ગઇ છે. તાજેતરમાં સામે આવેલો કિસ્સો તેનો શ્રેષ્ઠ ઉદાહરણ છે. શહેરના વાડજમાં રહેતા નરાધમે સગીરવયની યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરી અશ્લીલ ફોટા વાયરલ કરતા ચકચાર મચી ગઈ છે.
આ અંગે મળતી વિગતો અનુસાર વાડજ વિસ્તારમાં રહેતી 17 વર્ષની યુવતીને નિકોલમાં સુહાસ એપાર્ટમેન્ટ ખાતે રહેતા સંદીપ પ્રકાશભાઈ જૈન સાથે ઓળખ થઈ હતી. દરમિયાન અવારનવાર બાઈક પર તેને ઘરે પહોંચાડતો હતો જેને પગલે બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.
બાદમાં સંદીપ લગ્નની લાલચ આપીને યુવતીને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું ત્યારબાદ ફરી વખત સંદીપ તેની સાથે દુષ્કર્મનો પ્રયાસ કરતાં યુવતીએ ઇનકાર કર્યો હતો આથી આરોપીએ તેના ફોટા યુવતીના પિતાના મિત્રને વાયરલ કરી બદનામ કરી હતી.