અમદાવાદની પરિણીતા ઉપર સામુહિક દુષ્કર્મ આચરનાર છ શખ્સોને મહેસાણા પોલીસે ઝડપી પાડ્યાઃ રીક્ષાચાલક અેકલતાનો લાભ લઇ યુવતિને અવાવરૂ જગ્યાઅે લઇ જઇને મિત્રોને ફોન કર્યાઃ અેક હોટલમાં લઇ જઇને અેક પછી અેક છઅેય મિત્રોઅે કુકર્મ આચર્યુ
પાલનપુરઃ અમદાવાદની 20 વર્ષીય પરિણીત યુવતી સાથે ગેંગરેપ કરનારા 6 શખ્સોને મહેસાણા પોલીસે ઝડપી પાડ્યા છે. પીડિતા પાટણ જિલ્લાના રાધનપુરમાં આવેલા પોતાના પિયર જઈ રહી હતી. મહેસાણામાં રાધનપુર ચાર રસ્તા પાસે તે ઉતરીને વાહનની રાહ જોતી હતી. બપોરે 3 વાગ્યાની આસપાસ નવશાદ ખાન ઉર્ફે દબંગ મુમતાઝ ખાન બેલિમ નામનો રિક્ષાચાલક ત્યાં આવ્યો અને તેને રાધનપુર ઉતારી જવાનું કહ્યું.
મહેસાણાના ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલિસ મંજિતા વણઝારાએ જણાવ્યું કે, “યુવતીની એકલતાનો લાભ ઉઠાવીને રિક્ષાચાલક તેને અવાવરુ જગ્યાએ લઈ ગયો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ કર્યું. ત્યાંથી આરોપીએ તેના મિત્રોને ફોન કર્યો અને પીડિતાને એક હોટલમાં લઈ જઈ ત્યાં બધાએ એક બાદ એક તેની સાથે બળાત્કાર કર્યો. આરોપીઓએ સાંજ સુધી પીડિતા સાથે દુષ્કર્મ કર્યું.”
આરોપી રિક્ષાચાલક નવશાદ ખાન ઉપરાંત પોલીસે અન્ય રિક્ષાચાલકો જાવેદ ખાન ઉર્ફે નૂરો, સોહેલ ઉર્ફે અક્કો સિપાહજી, રાકેશ રાવલ, રાજેન્દ્રસિંહ ઝાલા આ આરોપી મહેસાણાના રહેવાસી છે. જ્યારે અન્ય એક આરોપી અજિતસિંહ ઠાકોર નાની દાઉ ગામનો રહેવાસી છે. હોટલમાંથી આરોપીઓ પીડિતાને એક દુકાને લઈ ગયા હતા જ્યાંથી તે એક આરોપીના હાથ પર બચકું ભરીને ત્યાંથી નાસી છૂટી હતી.
સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે, પીડિતા અર્ધનગ્ન હાલતમાં ભાગતી ભાગતી એક ગેરેજમાં પહોંચી, જ્યાં કેટલાક લોકોએ તેને બચાવી અને તેના પરિવારને જાણ કરવામાં મદદ કરી. મહેસાણા B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવામાં આવી. મહેસાણા સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ નિલેશ જાડેજાએ કહ્યું કે, “આરોપીઓને પકડવા માટે ક્રાઈમબ્રાંચ, સ્પેશિયલ ઓપરેશ ગ્રુપ, બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વગેરે જેવી વિવિધ ટીમ બનાવી હતી.”