વડોદરાના ગોત્રી વિસ્તારમાં ભત્રીજીની છેડતી કરવા મામલે ભાઈ-ભાભીએ કાકાને ઢોરમાર મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત
વડોદરા: શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ લક્ષ્મીનગર ખાતે રહેતા રામચરણ મેવાલાલ નિશાદ કલરકામ વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, મારો ભાઈ શિવચરણ નિશાદ પીવાનું પાણી ભરવા માટે મકાનની પાસે ખુલ્લી જગ્યામાં આવેલ કોર્પોરેશનના નળ ખાતે ગયો હતો. તે સમયે મારા ભાઈ અને તેની પત્ની તિલકાદેવી સાથે મારી સામાન્ય બોલાચાલી થઈ હતી. ત્યારબાદ છ જુલાઈના રોજ મારા ભાઈની દીકરી તેના ઘરની બહાર બેઠી હતી. મેં તેની તરફ જોતા મને જણાવ્યું હતું કે, મેરી તરફ કયું ઘુર રહે હો. જેથી હુંએ તેની પાસે જઈ તેના બંને હાથ પકડી તુજે લગે તો મેરી આંખ ફોડ દે તેમ સમજાવી કહેવા જતા તેણે શોર મચાવ્યો હતો. ત્યારબાદ રાત્રે ભત્રીજા રાધેશ્યામ, દિપક , રામસુમીરન, મંગલ રાધેશ્યામનો મિત્ર શ્યામુ , મારો ભાઈ શિવ ચરણ અને તેની પત્ની તીલકા દેવીએ મારી ઉપર પાઇપ ,સળિયા અને ડંડા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં મને ગંભીર ઇજાઓ પહોંચતા હું ગોત્રી જનરલ હોસ્પિટલ સારવાર હેઠળ છું.