ગુજરાત
News of Thursday, 7th July 2022

ભુપેન્‍દ્રભાઈની અધ્‍યક્ષતામાં વરસાદની આગાહીને પગલે ઉચ્‍ચસ્‍તરીય બેઠક યોજાઈ

અમદાવાદ : ગુજરાતમાં આગામી સમયમાં ભારે વરસાદની સંભાવના કેન્‍દ્રીય હવામાન વિભાગે દર્શાવી છે, તેને ધ્‍યાને રાખીને એક ઉચ્‍ચસ્‍તરીય બેઠક મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈની અધ્‍યક્ષતામાં યોજાઈ હતી. જેમાં તંત્રની સજ્જતા તથા આગોતરા પગલાંઓની સમીક્ષા કરી અને ભુપેન્‍દ્રભાઈએ અધિકારીઓને જરૂરી સૂચન આપ્‍યા હતા.

(1:31 pm IST)