ગુજરાત
News of Wednesday, 7th July 2021

અરવલ્લી જિલ્લાના મોડાસામાં ખુબજ ઝડપથી ચાલી રહેલ રસીકરણમાં 3.20 લાખ લોકોને રસી આપવામાં આવી

અરવલ્લી:જિલ્લાના મોડાસાભિલોડાબાયડમેઘરજમાલપુર તથા ધનસુરાના જુદાજુદા સેન્ટરો પર એચસીડબલ્યુએફએલડબલ્યુ ૧૮ થી ૪૪૪૫ થી ૫૯ તથા ૬૦ ઉપરના લોકોને રસીકરણ હેઠળ આવરી લેવા જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણનું અભિયાન ખૂબ ઝડપથી ચાલી રહયું છે.  જેમાં અરવલ્લીમાં ૧૮ થી ૪૪ વર્ષના યુવાનોનું પણ રસીકરણ થઈ રહયું છે.જેમાં જિલ્લાના ૫૨૪૪૬૪ યુવાનોમાંથી અત્યાર સુધીમાં ૯૦૩૫૧ યુવાનોને રસી અપાઈ છે. જેને ૫ગલે જિલ્લામાં યુવા વર્ગ,વૃધ્ધાઓ તથા દરેક લોકોને કોરોના રસીકરણ હેઠળ આવરી લેવા માટે જિલ્લાના જુદાજુદા સેન્ટરો પર લોકોને રસી મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ છે.

જેમાં અરવલ્લીના ૮,૩૫,૩૯૫ લોકોમાંથી અત્યાર સુધીમાં ૩,૨૦,૦૮૧ લોકોને રસીકરણ હેઠળ આવરી લેવાયા છે. અત્યાર સુધીમાં એચસીડબલ્યુ ના ૭૭૮૧ માંથી ૭૬૮૫ એ પ્રથમ તથા ૬૮૩૫ એ રસીનો બીજો ડોઝએફએલડબલ્યુના ૯૦૨૫ માંથી ૧૩૧૭૫ એ પ્રથમ તથા ૯૩૭૩ એ બીજો ડોઝ,૪૫ થી ૫૯ ના ૩૧૦૯૩૧ માંથી ૨૦૮૮૭૦ એ પ્રથમ તથા ૧૨૧૨૪૨ લોકોએ રસીનો બીજો ડોઝ લીધો છે.

(4:45 pm IST)