ગુજરાતમાં ૧.૦૩ કરોડના ઇ-વે બિલ જનરેટ :પ્રથમ સ્થાને યથાવત
ગુજરાતએ હજુ પણ ઇ-વે બિલમાં પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. ૪ જૂનના રોજ રાજ્યમાં વ્યાપારી કર વિભાગે જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, ૧ એપ્રિલથી ૪ જૂન વચ્ચે રાજ્યમાં માલના આંતરીક અને બાહ્ય આવનજાવન દ્વારા ઈ-વેઝ બિલની સંખ્યામાં વધારો થયો છે. રાજ્ય દ્વારા ૧.૦૩ કરોડની કીમતના ઇ-વે બિલ જનરેટ કરવામાં આવ્યાં છે.
ઈ-વે બિલ જનરેટ કરવામાં ગુજરાત બાદ મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને હરિયાણાનો સમાવેશ છે. નોંધનીય છે કે રાજ્યમાં ૩૯ મોબાઇલ સ્કવોડની રચના કરવામાં આવી છે, જે રાજ્યભરમાં સરપ્રાઈઝ તપાસ અને ઇ-વે બિલની ચકાસણી કરે છે. ગુજરાતમાં ઇ-વેઝ બિલની સંખ્યા દેશમાં કુલ ઈ-વે બિલની સંખ્યા કરતા અંદાજે ૨૦ ટકા જેટલાં હોવાનું જણાવાયું હતું.
ઇ-વે બિલ સીસ્ટમની શરૂઆત ૧ એપ્રિલના રોજ કરવામાં આવી હતી, જેમાં વેપારીઓ અને ટ્રાન્સપોર્ટર્સ એક રાજ્યથી બીજા રાજ્યમાં રૂપિયા ૫૦,૦૦૦થી વધુની કીમતના ૧૯ કોમોડિટીઝના ઇન્ટ્રા-સ્ટેટ વ્યાપાર માટે જરૂરી બનાવાયાં છે