ગુજરાત
News of Saturday, 7th July 2018

સુરતમાં ઉજાલા લેમ્પ બનવાતી કંપની સામે લોકોમાં રોષ: બલ્બને બદલી આપવાનો ઇન્કાર

સુરતમાં ઉજાલા લેમ્પ બનવાતી કંપનીની બેદરકારી સામે આવી છે. લોકોને ગેરેન્ટીના નામે બલ્બ આપી દેવાયા પરંતુ ખરાબ થયેલા બલ્બને બદલી આપવાનો કંપની દ્વારા ઇનકાર કરવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે. મામલે જીઈબીના અધિકારીઓ કહે છે કે, ઉજાલા બલ્બ બનાવતી કંપનીએ ઉઠામણુ કર્યું છે. જેથી બલ્બ બદલવા માટે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી જીઈબીની ઓફિસે લોકો ધરમના ધક્કા ખાઈ રહ્યા છે.

(10:14 pm IST)