ગુજરાત
News of Saturday, 7th July 2018

સુરતના લીબાયતમાં મોડીરાત્રે બાઇકમાં આગ ભભૂકી :બાઈક બળીને ખાખ

આગ લાગી કે લગાડાઇ ?: પોલીસે એફએસએલની મદદ લઇ તપાસ શરૂ કરી

સુરતના લિંબાયત વિસ્તારમાં ગત મોડીરાત્રે  એક માટર સાયકલમાં આગ લાગતા પોલીસ દોડતી થઇ ગઇ હતી.આગમાં મોટર સાયકલ બળીને ખાખ થઇ ગઇ હતી.બે દિવસમાં મોટર સાયકલમાં આગ લાગવાની બીજી ઘટના આવી સામે હતી.મોટર સાયકલમાં આગ લાગી કે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા લગાડવામાં આવી તે દિશામાં પોલીસે એફએસએલની મદદ લઇ તપાસ શરૂ કરી છે.

(10:13 pm IST)