ગુજરાત
News of Saturday, 7th July 2018

ગાંધીનગરમાં વ્‍યાપ વધારા સાથે ડો. આંબેડકર અંત્‍યોદય વિકાસ નિગમનું લોકાર્પણ

રાજકોટ : ગાંધીનગર સેકટર ૧૦ બી ખાતે નવીનીકરણ પામેલ આંબેડકર અંત્‍યોદય વિકાસ નિગમને મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને ઉપમુખ્‍યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્‍થિતીમાં ખુલ્લુ મુકવામાં આવેલ. અનુસુચિત સમાજના આગેવાનોએ જણાવ્‍યુ છે કે અનુસુચિત જાતિમાં અમુક જાતિ ખુબ પછાત વર્ગમાં આવતી હોવાના અભ્‍યાસ બાદ આ સમાજના બોર્ડને નિગમમાં ફેરવવા તત્‍કાલીન મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ પ્રયાસો આદર્યા હતા. પરંતુ કેન્‍દ્રમાં કોંગ્રેસની સરકાર હોવાથી આ કાર્ય મંજુરીના વાંકે અટકી પડયુ હતુ. બાદમાં દિલ્‍હીની ગાદી ઉપર પણ નરેન્‍દ્રભાઇ મોદી બીરાજમાન થતા હવે વરસોથી પીડીત કચડાયેલા વર્ગના બોર્ડને નિગમમાં તબદીલ કરવાના દ્વાર ખુલ્લી જતા આ નવીનીકરણ પામેલ ડો. આંબેડકર અંત્‍યોદય વિકાસ નિગમનો પ્રારંભ ઇશ્વરભાઇ પરમાર, સાંસદ, શંભુભાઇ ટુંડીયા, કિરીટભાઇ સોલંકી, વિનોદભાઇ ચાવડા, નિગમના ચેરમેન ગૌતમભાઇ ગેડીયા, ડી. બી. ખીમસુરીયાપુર્વ ડીરેકટર રઘુભાઇ સોલંકી, મેઘજીભાઇ વાજા, લલીત સાધુ, પૂર્વ કોર્પો. વિજયાબેન સોલંકી, દિનેશ બારોટ, જયસુખભાઇ બારોટ, કાનજી સોલંકી, માખાભાઇ બારોટ તથા બહોળી સંખ્‍યામાં સાધુ સંતો ઉપસ્‍થિત રહ્યા હતા. સમગ્ર સંચાલન ચેરમેન ગૌતમભાઇ ગેડીયાએ કર્યુ હતુ. તેમ રઘુભાઇ સોલંકીની યાદીમાં જણાવાયુ છે.

(4:00 pm IST)