ગુજરાત
News of Saturday, 7th July 2018

ગાંધીનગરમાં દારૂની જનતા રેડ કરનાર યુવા ત્રિપુટી નેતા સામે ગુન્હો નોંધાયો

અમદાવાદમાં કથિત લઠ્ઠાકાંડનો મામલો બહાર આવ્યા બાદ કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને પાટિદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે ગાંધીનગર ખાતે જનતા રેડ કરીને દારૂ પકડ્યો હતો.આ મામલે હવે ત્રણેય યુવાઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ત્રણેય નેતાઓ સામે મહિલાના ઘરમાં ગેરકાયદે પ્રવેશ, ખોટા પુરાવા ઉભા કરવા અને ઉદ્ધતાઈથી વર્તને કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

(2:06 pm IST)