ગુજરાત
News of Saturday, 7th July 2018

અમદાવાદમાં કથિત લઠ્ઠાકાંડ બાદ ત્રણ દિવસથી ઠેર ઠેર દરોડા :શનિવારે 86 કેસ નોંધ્યા :6,40 લાખનો મુદામાલ જપ્ત

અમદાવાદમાં કથિત લઠ્ઠાકાંડનો કેસ સામે આવ્યા બાદ રાજ્યભરની પોલીસ દોડતી થઇ છે અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં ત્રણ દિવસથી દારૂના અડ્ડાઓ પર પોલીસ દરોડા પાડી રહી છે. શનિવારે પોલીસે પૂર્વ વિસ્તારમાં અલગ અલગ ટીમ બનાવીને દરોડા કર્યા હતા.અને સેક્ટર-1 એમાં 38, સેક્ટર-2 એમાં 86 જેટલા પ્રોહિબિશનના કેસ નોંધ્યા છે પોલીસે 6.40 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.

(2:05 pm IST)