ગુજરાત
News of Saturday, 7th July 2018

દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીને ગાળા ગાળી કરીને જાનથી મારી નાખવાની ધમકી :લાલજી ઠાકોરને ઝડપી લેવાયો

સાબરકાંઠા જિલ્લાના દાંતાના ધારાસભ્યને ગાળા ગાળી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર લાલજી ઠાકોરને ઝડપી લેવાયો છે ધારાસભ્યને તેમના મત વિસ્તારમાંથી જ ધમકી મળી હતી.

   આ અંગે જાણવા મળતી વિગત મુજબ દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીને એક શખ્સનો ફોન આવ્યો હતો. જેમા શખ્સે ધારાસભ્ય સાથે ગાળા-ગાળી કરીને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી કાંતિ ખરાડીએ આ ઘટનાની તાત્કાલિક જાણ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં કરી હતી.

   પોલીસ તપાસમાં ફોન કર્યા બાદ શખ્સનો ફોન બંધ થઇ ગયો હતો અને પોલીસે કોલ ડિટેલના આધારે તપાસ કરતા દાંતા વિસ્તારનો લાલજી ઠાકોર નામનો શખ્સ હોવાનું જાણવા મળ્યુ હતુ. આ ટેલિફોનિક ધમકીને પગલે અમીરગઢ પોલીસે એક શખ્સની અટકાયત કરી હતી.

(2:04 pm IST)