ગુજરાત
News of Saturday, 7th July 2018

જનતા રેડ પ્રકરણમાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, જીજ્ઞેશ મેવાણી ગાંધીનગર ડીએસપી કચેરીએ સાંજે સામેથી હાજર થશે

રાજકોટ, તા. ૭ :. ગાંધીનગરમાં ડીએસપી ઓફિસ નજીક દેશી દારૂના હાટડાઓ ઉપર કરવામાં આવેલ જનતા રેડમાં પાસના કન્વીનર હાર્દિક પટેલ, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, જીજ્ઞેશ મેવાણી સહિતના સામે પોલીસ દ્વારા ખોટા કેસ કરવામાં આવ્યા છે.

આ મુદ્દે આજે સાંજે ૫ વાગ્યે ગાંધીનગર ડીએસપી કચેરી ખાતે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણી સામેથી હાજર થશે.

(1:33 pm IST)