ગુજરાત
News of Saturday, 7th July 2018

દારૂ સામે પોલીસે જંગ શરૂ કરતા બુટલેગરો ભુગર્ભમાં : બ્લેક માર્કેટમાં દારૂના ભાવમાં ૧૫ થી ૨૦ ટકાનો વધારો

અમદાવાદ : અમદાવાદમાં લઠ્ઠાકાંડ બાદ પોલીસે દારૂ વિરૂધ્ધ રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરતા બુટલેગરો ભુગર્ભમાં ઉતરી ગયા છે : સૂત્રોના જણાવ્યા પ્રમાણે દારૂ મળતો અટકી ગયો છે : કાળા બજારમાં વિદેશી દારૂના ભાવ ૧૫થી ૨૦ ટકા વધી ગયા છે : ૧૨ બોટલનું કાર્ટુન જે પહેલા ૨૫૦૦૦ થી ૩૦૦૦૦માં મળતું હતું તેનો ભાવ રૂ. ૮૦૦૦થી ૧૦,૦૦૦ વધી ગયો છે : દેશી દારૂની ભારે અછત જોવા મળી રહી છે : તેના ભાવ ૨૦૦ ગણા વધી ગયા છે : ૧૦ની પોટલી ૩૦માં મળી રહી છે અને તે પણ છાનેખૂણે : ઉંચી ગુણવત્તાવાળી એટલે કે પહેલી ધારની પોટલીના રૂ. ૬૦ થઇ ગયા છે અને તે પણ વિશ્વાસુને જ મળી રહી છે : પોલીસે ૩ દિવસમાં ૧૦૦૦ દરોડા પાડી ૨૦૦ની ધરપકડ કરી છે જેના કારણે દારૂના ધંધાર્થીઓ ફફડી ઉઠયા છે

(1:29 pm IST)