ગુજરાત
News of Saturday, 7th July 2018

વડોદરા:સગીર ભાણીને મામાએ ભગાડી બનાવી ગર્ભવતી પાંચ મહિને મળી આવી :મેડિકલ ચેકઅપનો કર્યો ઇન્કાર

વડોદરા: સગીર ભાણીને મામાએ ભગાડી ગયા બાદ પાંચ મહિને ભાણી મળી આવી પરન્તુ તે ગર્ભવતી હોવાના કારણે મેડિકલ ચેકઅપ માટે લઇ જવાની વાત આવતા તેણીએ ઇન્કાર કરી દેતા પોલીસ ચકરાવે ચડી છે પાંચ મહિના પહેલા વડોદરાની એક સગીરા તેના કૌટુંબિક મામા સાથે ભાગી ગઈ હતી. જેને પોલીસે એક સંબંધીને ત્યાંથી શોધી લીધી હતી. પોલીસ તેને મેડિકલ તપાસ માટે શહેરની સયાજી હોસ્પિટલમાં લાવી હતી,

 આ અંગેની વિગત મુજબ ગત જાન્યુઆરી 2018માં સગીરાના પિતાએ શહેરના માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સગીરાને તેના 22 વર્ષના કૌટુંબિક મામા જ ભગાડી ગયા હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. પાંચ મહિનાની તપાસ બાદ ગત બુધવારે આ સગીરા પોલીસને રાજસ્થાનમાં એક સંબંધીને ત્યાંથી મળી આવી હતી.

  સગીરા ગર્ભવતી હોવાનું જણાતા પોલીસ ગુરુવારે તેના ચેકઅપ માટે તેને સયાજી હોસ્પિટલમાં લાવી હતી. પરંતુ, સગીરાએ ચેકઅપ કરાવવાનો ઈનકાર કરી દીધો હતો. જાણવા મળ્યા મુજબ, પોલીસ અને લીગલ ઓફિસરની સમજાવટ છતાં સગીરા મેડિકલ તપાસ માટે તૈયાર ન થતા પોલીસે તે અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  મામા-ભાણીના પ્રણયસંબંધનો આ કિસ્સો સમાજ માટે પણ આંખ ઉઘાડનારો છે. ટીવી સીરિયલો અને ફિલ્મોનું આંધળું અનુકરણ કરવામાં આજની પેઢી સામાજિક તાણાં-વાણાંને તોડીને મન-મરજી મુજબ જીવવાની ઘેલછામાં ક્યારેય એવું પગલું ઉઠાવી લે છે કે પછી તેમના પરિવારને સહન કરવાનો વારો આવે છે. આ કિસ્સામાં પણ પરિવાર સામે એ સવાલ ઊભો થયો છે કે તે આ સંબંધને કઈ રીતે મંજૂરી આપવી? કેમકે, ભારતીય સમાજમાં આવા સંબંધોને અનૈતિક મનાય છે અને સમાજ ક્યારેય આવા સંબંધોને સ્વીકારતો નથી.

(1:01 am IST)