ગુજરાત
News of Saturday, 7th July 2018

ભરૂચની પાનોલીની યુનિક કેમિકલ કંપનીમાં વિકરાળ આગઃ બે કામદારોના મોતઃ ૪ને ઇજા

ભરૂચઃ ભરૂચમાં આવેલ પાનોલીની યુનિક કેમિકલ કંપનીમાં આગની ઘટના સામે આવી છે. આ આગ પર કાબુ મેળવવા માટે પાંચ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચીને આખી સ્થિતિને વણસતા રોકી છે. આ ઘટનાની જાણ થતાં હેલ્થ વિભાગ અને પોલીસનો કાફલો પણ ત્યાં હાજર થયો હતો. આ ઘટનાની પ્રાથમિક તપાસમાં કેમિકલ પ્રોસેસ સમયે આ આગ લાગી હતી તેવું સામે આવી રહ્યું છે. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. દૂરથી ધુમાડાના કાળા વાદળો પણ ઉંચા ઉડતા દેખાઇ રહ્યાં હતાં.

પાનોલીની યુનિક કેમિકલ કંપનીમાં લાગેલી આગમાં મરનાર બે કામદારોને કંપનીએ રૂ. 5 લાખની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનતાં 4 કામદારોની સારવારનો ખર્ચ કંપની ઉપાડશે તેવું કહેવમાં આવ્યું છે.

સુરતના ઉધના વિસ્તારમાં પણ આગની ઘટના સામે આવી છે. ઉધના રોડ 4 પરના ટ્રાન્સપોર્ટ ગોડાઉનની બહાર ટ્રકમાં ભયંકર આગ હતી. ક્લિનર ટ્રક પાસે જમવાનું બનાવતો હતો ત્યારે આગ લાગી હતી. આગને પગલે ક્લિનરને ઝાર લાગવાને પગલે હોસ્પિટલ ખસેડાયો છે. આગને કાબુમાં લાવવા માટે 4 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યાં હતાં.

(6:28 pm IST)