ગુજરાત
News of Saturday, 7th July 2018

છોટાઉદેપુરમાં દારૂનો મોટો જથ્થો ઝડપાયોઃ બે બોટ સાથે ૨૨ લાખના મુદ્દામાલ સાથે અેક શખ્સની ધરપકડ

છોટાઉદેપુરઃ છોટાઉદેપુરમાં મધ્યપ્રદેશ-મહારાષ્ટ્રમાંથી દારૂ ઘૂસાડાતો હોવાની માહિતી મળતા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમા પોલીની કાર્યવાહી દરમિયાન જાણવા મળ્યુ કે આ દારૂ મધ્યપ્રદેશ-મહારાષ્ટ્રમાંથી હેરફેર કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ પોલીસે તપાસમાં દારૂ સાથે 2 બોટ ઝડપી પાડી હતી અને કુલ રૂપિયા 22 લાખનો મુદ્દા માલ સાથે એક આરોપની ધરપકડ કરવામાં આવી હતી. હાલ તો આ તમામ દારૂનો જત્થો ક્વાંટ પોલીસ મથકમાં લવાયો છે.

આ દારૂ કેવી રીતે ઘૂસાડવામાં આવ્યો અને હજુ કેટલા બુટલેગરો આમાં સામેલ છે તે અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે કથિત લઠ્ઠાકાંડ બાદ હવે રાજ્યમાં ચાલતા દારૂના અડ્ડાઓ ઉપર પોલીસે રેડ કરવાની શરૂ કરી દીધી છે. બે દિવસથી પોલીસ અનેક અડ્ડાઓ ઉપર સર્ચ ઓપરેશન કરી રહી છે.

(6:22 pm IST)