ગુજરાત
News of Saturday, 7th July 2018

હાર્દિક પટેલે ગઇકાલે દારૂની જનતા રેડ કર્યા બાદ હાર્દિક પટેલનો દારૂના ગ્લાસ સાથેનો ફોટો સોશ્યલ મીડિયામાં વાયરલ

અમદાવાદઃ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર સહિતનાઅે કાલે અમદાવાદમાં જનતા રેડ કર્યા બાદ હાર્દિક પટેલનો દારૂના ગ્લાસ સાથેનો ફોટો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ભારે ચર્ચા જાગી છે.

ગઈકાલે અમદાવાદમાં દેશી દારૂ પીધા બાદ ચાર વ્‍યક્તિઓની હાલત લથડી હતી. ત્યારબાદ પોલીસે પણ અનેક જગ્યાએ રેડ પાડી હતી. તો આજે સવારથી જ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીએ દારૂ વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું હતું અને ગાંધીનગરમાં જનતા રેડ પાડી હતી. 

અમદાવાદના લઠ્ઠાકાંડ બાદ સુરત પોલીસ હરકતમાં આવી છે. સુરત પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર છાપો મારવામાં આવ્યો હતો. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરાના અલગ-અલગ વિસ્તારોમાં પોલીસે રેડ કરીને મોટા પ્રમાણમાં દેશી અને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

(6:20 pm IST)