ગુજરાત
News of Saturday, 6th June 2020

નર્મદા જીલ્લા સાગબારા વન વિભાગે 25 હજારના ખેરના લાકડા સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો

બોલેરો ગાડી અને ખેરના લાકડા મળી 1.25 લાખનો મુદ્દામાલ ઝડપી લીધો પરંતુ લાકડા ચોર ફરાર

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લામાં ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર ઘણા સમયથી લાકડા વાહતુકની ફરિયાદો સંભળાઈ રહી હોય વન વિભાગની ટિમો લાંબા સમયથી બાજ નજર રાખતા મોટાભાગે લાકડા ચોરો નાસી છૂટે છે પરંતુ ચોરીનો મુદ્દામાલ વન વિભાગ ના હાથે લાગવા છતાં તસ્કરી અટકવાનું નામ લેતી નથી.

જેમાં મળતી માહિતી અનુસાર સાગબારા રેંજ વિસ્તાર માંથી જંગલ ચોરી ના લાકડા વાહતુક થવાની બાતમી સાગબારા વન વિભાગ ને મળતા તારીખ 5 જૂન ની રાત્રે સાગબારા આરએફઓ એફ.યુ.રાઠોડ અને વન વિભાગ ની ટીમે નાકાબંધી કરતા રણબુડા ગામ પાસે એક બોલેરો પિક અપ ગાડી નં.જી.જે.17 યુ.યુ.1922 ને અટકાવતા વાહન ચાલાકે ગાડી ઉભી રાખી પોતે અંધારા નો લાભ લઈ નાસી છૂટ્યો હતો.ત્યારબાદ પિક અપ ગાડીની તપાસ કરતા વન વિભાગ ની ટીમને ગાડી માંથી ખેરના લાકડા નો જથ્થો મળી આવતા વન વિભાગે લાકડા કિંમત 25000/ -રૂ.તેમજ વાહન ની કિંમત 1 લાખ રૂ.મળી રૂ.1.25.000/- નો મુદ્દામાલ પકડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

(12:32 am IST)