ગુજરાત
News of Saturday, 6th June 2020

રાજપીપળામા કોરોના પોઝીટીવ આવેલાં દર્દીઓના ઘરના સભ્યોના સેમ્પલ નહીં લેવાતા હોવાની બુમો ઉઠી

-ઘનિષ્ઠ સંપર્કમા હોવાં છતાં લક્ષણો ના દેખાય ત્યાં સુધી સેમ્પલ નહીં લેવા એવી આરોગ્ય વિભાગની નિતિથી સંક્રમણ વધવાનો ખતરો

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગત તારીખ 4 જુન ના રોજ રાજપીપળા કોવીડ-19 આઈસોલેશન હોસ્પીટલમા દાખલ દર્દીઓ પૈકી ત્રણ દર્દીઓ સાજા થતાં તેઓને ડીસ્ચાર્જ આપવામા આવ્યો હતો, અને એજ દિવસે અગાઉ પરિક્ષણ અર્થે મોકલવામાં આવેલા 75 સેમ્પલો પૈકીના ચાર સેમ્પલો પોઝીટીવ આવતાં નર્મદા જીલ્લાના કુલ કેસો નો આંકડો 23 ઉપર પહોંચ્યો હતો.પોઝીટીવ આવેલ કેસોમા તમામ મહીલાઓ હતી અને એમાં પણ ધ્યાન ખેંચે તેવી બાબત કે ત્રણ દર્દીઓ આરોગ્ય વિભાગ સંલગ્ન આશા વર્કર બહેનો અને અન્ય એક આયા બહેન છે.

 ચાર પોઝીટીવ કેસો મા ત્રણ કેસ મુળ રાજપીપળા શહેરના અલગ-અલગ વિસ્તારોના છે જેથી ઉચાટ વધ્યો છે, દર્દીઓના ઘરના સભ્યોના નમુના લેવામા આવ્યા નથી તેઓને માત્ર ફેસીલીટી કોરોંટાઈન કરવામા આવ્યા છે, બાબત આશ્ચર્ય ઉપજાવે તેવી છે, દર્દીઓના સતત અને ઘનિષ્ઠ સંપર્ક મા હોવા છતાં તેમના સેમ્પલ નહીં લેવાતા આરોગ્ય વિભાગની કામગીરી હવે વધુ રેઢીયાળ અને બેદરકારીપુર્ણ બની હોય તેમ લાગે છે.

  કોરોનાના બિમારી ના લક્ષણો દેખાય અને દર્દીઓ તાવ મા સપડાઈ ને અન્યો ને ચેપ લગાડે પછીજ તેનો પરિક્ષણ કરવા સુધી ની રાહ જોવી નિતિ લોકો ને મોત ના મુખ મા ઘકેલવા જેવી જણાય છે. સામાન્ય રીતે કોઈ પણ બિમારી નુ વહેલું નિદાન થવુ દર્દી ની સાજા થવાની શક્યતાઓ ને વધુ મજબૂત બનાવે છે ત્યારે કોવીડ-19 જેવી અસાધ્ય બિમારી અને મહામારી કે જેની રસી કે દવા ની હજી શોધ પણ નથી થઈ તેવી બિમારી મા રીત ની ગંભીર બેદરકારી કઈ રીતે દાખવી શકાય..? સામાન્ય માણસ ની સમઝ મા આવે તેવી વાતે સરકાર અને આરોગ્ય વિભાગ શા માટે અને કયા કારણો સર આંખ આડા કાન કરી રહ્યાં છે.

  આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ સરકાર ની ગાઇડલાઇન મુજબ જો કોરોના સંક્રમીત વ્યક્તિ ને બાબત ના કોઈ લક્ષણો દેખાય ત્યાં સુધી તેના સેમ્પલ નહીં લેવાય તો શુ તે કોરોના નો કેરીયર બની અસંખ્ય લોકો ને સંક્રમીત કરી શકે છે, અને હવે કોરોના ની ચેઈન તુટવા ને બદલે વધુ મજબૂત બનતી જશે અને જો આમ થયું તો કોરોના મહામારી રાજપીપળા જેવા ટાઉન અને ગામડાઓ મા કે જ્યાં હોસ્પીટલો અને આરોગ્ય ને લગતી સરકારી સુવિધાઓ નામ માત્ર ની છે, ધારણા જો સાચી ઠરે તો આવનારા દિવસો મા ભારે જાનહાની સર્જી શકે તેવી શક્યતાઓ ને નકારી શકાય તેમ નથી

 

(12:25 am IST)