ગુજરાત
News of Friday, 7th June 2019

સુરતમાં સરા જાહેરમાં મારામારી : અલથાણ રોડ ઉપર કાર ટુવ્હિલરને અડી જતાં ચાર શખ્શોએ પટ્ટા વડે ચાલકને માર્યો

ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ : પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરુ

 

સુરતમાં ફરીવાર  જાહેરમાં મારામારી થવાની ઘટના બની છે સુરતના અલથાણ વિસ્તારમાં કાર ટુવ્હિલરને અડી જતાં ચાર પરુષોએ પટ્ટા વડે કાર ચાલકને જાહેરમાં માર માર્યો હતો. કાર ચાલકે અંગે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે.

  પીડિત રતનલાલના જણાવ્યા પ્રમાણે તેઓ સચિનથી આવતા હતા. ત્યારે તેઓ અલથાણ રોડ ઉપર ખોડિયાર માતાના મંદિર પાસેથી પસાર થતા હતા. ત્યારે તેમની કાર ટુવ્હિલરને અડી ગઇ હતી. તેઓ ચાર જણા હતા. પહેલા તેઓએ પીડિત રતનલાલ સાથે અભદ્ર ભાષામાં વાત કરી હતી. અને ત્યારબાદ રતનલાલનો કમર પટ્ટો કાઢીને તેમને મારવા લાગ્યા હતા.

આ ઘટનાનો ટોળામાં હાજર એક વ્યક્તિએ વીડિયો ઉતાર્યો હતો. વીડિયોમાં જોઇ શકાય છે તેમ ટુવ્હિલર ચાલક જેણે માથે હેલ્મેટ પહેરેલું છે. તેના હાથમાં કમર પટ્ટો છે અને તે રતનલાલનો કોલર પકડ્યો છે અને પટ્ટાથી માર મારી રહ્યો છે. સાથે સાથે ગાળો ભાંડી રહ્યો છે અને પૈસાની માંગણી પણ કરી રહ્યો છે

(10:31 pm IST)