ગુજરાત
News of Friday, 7th June 2019

અમદાવાદમાં એએમટીએસના ખાનગી કોન્ટ્રાક્ટરના કર્મચારીઓની હડતાળ

સારંગપુર બસ સ્ટોપ ઉપર બસોને રોકી દીધી : 100 જેટલી બસોના પૈડા થંભી ગયા

 

અમદાવાદમાં એએમટીએસના ખાનગી કોન્ટ્રાક્ટરના કર્મચારીઓએ હડતાલ પાડી છે  કર્મચારીઓ પગાર વધારાની અને પડતર માંગ સાથે હડતાળ ઉપર ઉતર્યા છે. અમદાવાદના સારંગપુર એમએમટીએસ બસ સ્ટોપ ઉપર બસોને થંભાવી દેવાઈ છે તમામ કર્મચારીઓ હડતાળ ઉપર ઉતર્યા છે.

 મળતી માહિતી મુજબ એએમટીએસ બસ સેવામાં ચાર્ટર સ્પીડ નામની ખાનગી કંપની દ્વારા કોન્ટ્રાક્ટ બેસ ઉપર એએમટીએસની બોસ ચલાવવામાં આવી રહી છે. ત્યારે કંપની સાથે સંકળાયેલા ડ્રાઇવરો આજે શુક્રવારે બપોર પછી હડતાળ ઉપર ઉતર્યા હતા. આમ એમએમટીએસની 100 જેટલી બસોના પૈડા થંભી ગયા છે.

   હડતાળ ઉપર ઉતરેલા કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે કંપનીમાં વર્ષોથી કામ કરતા હોવા છતાં તેમનો પગાર વધારવામાં આવતો નથી. માત્ર 350 રૂપિયાની હાજર ભરી આપવામાં આવે છે. જે અત્યારે કડિયા કામ કરતા માણસની હાજરી કરતા પણ ઓછી છે

(10:30 pm IST)