ખેડા જિલ્લામાં મારામારીના જુદા જુદા 4 બનાવમાં સાત વ્યક્તિને ગંભીર ઇજા
ખેડા: જિલ્લાના ધરખુણીયા, કઠલાલ, મહેમદાવાદ અને બીડજમાં મારમારીના જુદા-જુદા ચાર બનાવો બન્યાં હતાં. આ ચારેય ઝઘડાઓમાં થઈ કુલ સાત વ્યક્તિઓને ઈજા પહોંચી હોવાની ફરિયાદ જે તે પોલીસ મથકમાં નોંધાતા પોલીસે ફરિયાદ લઈ કુલ ૧૨ વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ ઠાસરા તાલુકાના ધરખુણીયા ગામમાં રહેતાં સુરેશભાઈ લ-મણભાઈ સોઢા પરમાર, પશાભાઈ મંગળભાઈ સોઢાપરમાર, રાવજીભાઈ બલુભાઈ સોઢાપરમાર અને રાવજીભાઈ ભેમાભાઈ સોઢાપરમાર ગતરોજ મોેડી સાંજે ગામમાં જ રહેતાં દોલતભાઈ દેસાઈભાઈ પરમારના ઘરે પહોંચી ગયાં હતાં. જ્યાં સુરેશભાઈએ ગુસ્સે થઈ દોલતભાઈને જણાવ્યું હતું કે તમારો પુત્ર મહેશભાઈ મારા કાકાના દીકરાની પત્ની મુનીબેનને ફોન કરી હેરાન કરે છે. જો કે દોલતભાઈ આ બાબતે કંઈ જાણતા ન હોવાનું કહેતાં ઉશ્કેરાઈ ગયેલા પશાભાઈ, રાવજીભાઈ અને લ-મણભાઈએ ભેગા મળી દોલતભાઈને ગડદાપાટુનો મારમારી ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.