ગુજરાત
News of Friday, 7th June 2019

ગાંધીનગરમાં મોબાઇલ ફોન પર લોભામણી જાહેરત આપી છેતરપિંડી આચરનાર ટોળકીનો ત્રાસ વધતા તપાસ શરૂ

ગાંધીનગર: શહેરમાં હાલમાં મોબાઈલ ઉપર ફોન કરીને વિવિધ લોભામણી જાહેરાતો આપી અથવા બેંકના નામે ફોન કરીને છેતરપીંડી આચરતી ટોળકીનો ત્રાસ વધી ગયો છે ત્યારે કલોલના રહીશને તેમની એચડીએફસીની વીમા પોલીસી લેપ્સ થઈ ગઈ હોવાથી રૂપિયા પરત મેળવવા માટે ફોન કરીને ગઠીયાઓએ તબક્કાવાર તેમની પાસેથી કુલ ૭૨.૩૭ લાખ રૂપિયા મંગાવી લીધા હતા અને ત્યારબાદ આ રહીશને તેમની સાથે છેતરપીંડી થયાનો અહેસાસ થતાં કલોલ શહેર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.  

નાણાંકીય વ્યવહાર ડીઝીટલ થવાની સાથે છેતરપીંડી પણ વધી રહી છે. ખાસ કરીને લોકોને મોબાઈલ ઉપર ફોન કરી વીમા પોલીસી અને બેંક એકાઉન્ટ બંધ થઈ જવાનું કહી તેમની પાસેથી એકાઉન્ટને લગતી વિગતો મેળવી છેતરપીંડી કરવામાં આવતી હોય છે. 

(5:31 pm IST)