ગુજરાત
News of Friday, 7th June 2019

રાધનપુરના દેલાણામાં પીવાના પાણીની વિકટ સ્થિતિ : મહિલાઓને બે કી.મી.દૂર ખેતરના બોરમાં ભરવા જવું પડતા પારાવાર મુશ્કેલી

ગામમાં ચારેક હજાર જેટલા પશુઓ હોવાથી પાણી વિના પશુઓની હાલત કફોડી

રાધનપુર : તાલુકાના દેલાણામાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણી સમસ્યા ઉભી થવા પામી છે.ગામના સરપંચ રામાભાઇ નારણભાઇ આયરના જણાવ્યા મુજબ મોટી પીંપળીથી પાઈપલાઈન દવારા પાણી આવે છે,પરંતુ કેટલાક સમયથી ચાર-પાંચ દિવસે પાણી આવતું હોવાથી મહિલાઓને બે કિલોમીટર દૂર ખેતરમાં આવેલા બોર ઉપરથી પાણી ભરી લાવવું પડે છે

 .ગામમાં ચારેક હજાર જેટલા પશુઓ હોવાથી પાણી વિના પશુઓની હાલત કફોડી બને છે.પાણીની સમસ્યા હળવી કરવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ તેવું સરપંચે જણાવ્યું હતું.

(1:00 pm IST)