ગુજરાત
News of Friday, 7th June 2019

અમદાવાદમાં આધેડ પરણીતાને વોટ્સએપ્પ પર પજવણી કરતા યુવકની ધરપકડ

આબાંવાડીની પરિણીતાને વોટ્સએપ પર ફોન, મેસેજ અને વીડિયો કોલ કરીને હેરાન કરતો

અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં રહેતી 51 વર્ષની પરિણીતાનો કોન્ટેક્ટ નંબર મેળવીને વોટ્સએપ પર ફોન, મેસેજ અને વીડિયો કોલ કરીને હેરાન કરનાર યુવકની સાયબર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે

  આ અંગે મળતી વિગત મુજબ શહેરનાં આંબાવાડીમાં રહેતી પરિણીતાનાં મોબાઇલમાં 31 મે 2019નાં રોજ અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ, કોલ, ફોટા અને વીડિયો કોલ આવતા હતાં. તેનો જવાબ પરિણીતા ન આપે ત્યારે તે મેસેજ કરીને તેની સાથે વાત કરવાનું કહેતો હતો. અજાણ્યા નંબર પરથી મેસેજ, કોલને કારણે પરિણીતા હેરાન થઇ ગઇ હતી. આખરે તેણે કંટાળીને સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.

   મહિલાએ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવ્યાં પછી સાયબરની ટીમે આ અંગે તપાસ હાથ ધરતા હેરાન કરનારો આ યુવક મૂળ મધ્યપ્રદેશનો છે જે હાલમાં અમદાવાદમાં રહે છે. આ રાજકુમાર નામના શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીએ સોશિયલ મીડિયામાં એક ગ્રુપમાંથી પરિણીતાનો નંબર લઇને તેને હેરાન કરતો હતો.

(12:44 pm IST)