ગુજરાત
News of Friday, 7th June 2019

ગુજરાતને રપ ટકા વધારીને રૂ. ૬૩,૦૮પ કરોડનો આઇટી લક્ષ્યાંક

અમદાવાદને રૂ. ૪૮.૧૬પ કરોડ, સુરતને રૂ. ૪૯૮પ કરોડ અને રાજકોટને રૂ. ૩૩૭૦ કરોડ : નોટ બંધીના અમલના પગલે ગુજરાતમાં કરદાતા હજી વધુ પ્રમાણમાં ટેકસ ભરી શકે તેવી શકયતા જોવા મળી રહી છે

નવી દિલ્હી, તા.૭: ગુજરાતના કરદાતાઓને ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦માં ગત વર્ષની તુલનાએ વધુ ૨૫ ટકા ટેકસ ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેકટ ટેકિસસ (સીબીડીટી) દ્વારા ગુજરાતને રૂ.૬૩૦૮૫ કરોડનો ટેકસ વસૂલવા માટે લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. ગત નાણાંકીય વર્ષમાં રૂ.૫૫૫૭૧ કરોડનો લક્ષ્યાંક સીબીડીટી એ આપ્યો હતો તેની સામે વસૂલાત રૂ.૫૦૩૫૫ કરોડ રહી હતી. હવે ૨૫ ટકા વધુ વસૂલાતમાં રૂ.૨૮૩૧૯ કરોડ કોર્પોરેટ ટેકસ અને રૂ.૩૪૭૬૬ કરોડ ઇન્કમટેકસનો સમાવેશ થાય છે.ઇન્કમટેકસ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતુંકે, ગુજરાત રાજયમાંથી ઇન્કમટેકસની વસૂલવાની શકયતાઓ વધુ પ્રમાણમાં રહી છે. નોટબંધીના કરાયેલા અમલના પગલે ગુજરાતમાં કરદાતાઓ હજી વધુ પ્રમાણમાં ટેકસ ભરી શકે તેવી શકયતા જોવા મળી રહી છે. નોટબંધીમાં જે રીતે નાગરિકોએ બેંકોમાં રોકડ રૂ.૨.૫ લાખથી વધુ રકમ જમા કરાવી હતી. જેના પગલે પણ નવાને નવા કરદાતાઓ ઉમેરાયા હતા. હવે જીએસટીનો અમલ થયા બાદ પણ તંત્રને અપેક્ષા છેકે, ઇન્કમટેકસ જે કેટલેક અંશે છૂપાવવામાં આવતો હતો તે હવે છૂપવાનાની શકયતાઓ ઘણી ઓછી રહેતાં વસૂલાત ચોક્કસ પ્રમાણમાં વધશે.

સીબીડીટી દ્વારા અમદાવાદને રૂ.૪૮૧૬૫ કરોડ, વડોદરાને રૂ.૬૫૬૫ કરોડ, રાજકોટને રૂ.૩૩૭૦ કરોડ અને સુરતને રૂ.૪૯૮૫ કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. અમદાવાદને આપવામાં આવેલા લક્ષ્યાંકમાં અમદાવાદને બંને ચીફ કમિશનરો, ટીડીએસ, ઇન્વેસ્ટિગેશન, ઇન્ટરેનેશનલ, એકઝેમ્પશન વિભાગનો લક્ષ્યાંક પણ ગણવામાં આવ્યો છે.

ઇન્કમટેકસનો લક્ષ્યાંક એક નજરે (રૂ. કરોડમાં)

ચીફ કમિશ્નર

કોર્પોરેટ ટેકસ

આઇટી

ફુલ ટેકસ

અમદાવાદ-૧,

૯૯પર

૩૬ર૩

૧૩પ૭પ

અમદાવાદ-ર

૩રર૮

૩૮૧ર

૭૦૪૦

વડોદરા

૪૧૯૮

ર૩૬૭

૬પ૬પ

સુરત

૧પ૧૧

૩૪૭૪

૪૯૮પ

રાજકોટ

૧રરપ

ર૧૪પ

૩૩૭૦

ટીડીએસ

૬૮રર

૧૭૮૬૮

ર૪૬૯૦

ઇન્વેરિટગેશન

૭૦૦

પ૩પ

૧ર૩પ

ઇન્ટરનેશનલ

૬રપ

૮પપ

૧૪૮૦

એકઝેમ્પશન

પ૮

૮૭

૧૪પ

સમગ્ર દશેમાં ર૦ ટકા વધુ લક્ષ્યાંક

સીબીડીટીએ સમગ્ર દેશ માટે સીધા કરવેરાની વસુલાતનો લક્ષ્યાંક રૂ. ૧૩.૮ લાખ કરોડ આપ્યો છે જે ર૦ ટકા વધુ લક્ષ્યાંક છે. નાણાંકીય વર્ષ ૧૯માં રૂ. ૧૧.પ લાખ કરોડની વસુલાતનો લક્ષ્યાં હતો. આમ સમગ્ર દેશની સરેરાશ કરતા ગુજરાતની સરેરાશ વસુલાતનો લક્ષ્યાંક વધુ અપાયો છે.

(11:56 am IST)