ગુજરાત
News of Friday, 7th June 2019

લ્યો બોલોઃ પતિ વિદેશ ન લઈ ગયો, તો પત્નીએ આપ્યા છૂટાછેડા

એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. વેપારી પતિ પોતાની સાથે વિદેશ નહીં લઈ જવાથી નારાજ ૭૫ વર્ષીય પત્નીએ પોતાના પતિના ચરિત્ર પર શંકા જતાવી છે

અમદાવાદ, તા.૭: ગુજરાત અમદાવાદ શહેરમાં એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. વેપારી પતિ પોતાની સાથે વિદેશ નહીં લઈ જવાથી નારાજ ૭૫ વર્ષીય પત્નીએ પોતાના પતિના ચરિત્ર પર શંકા જતાવી છે. વૃદ્ઘાએ મહિલા હેલ્પલાઈન નંબર ૧૮૧ પર ફોન કરીને પતિથી છૂટાછેડા લેવાની માંગ કરી છે. બાદ મહિલા પોલીસ કર્મચારીઓએ વૃદ્ઘ દંપતિને ઘણો સમજાવવાનો પ્રયત્ન કર્યો. જોકે અંતમાં બન્નેએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો છે.

જાણકારી મુજબ અમદાવાદ શહેરની મીઠાખળીમાં રહેતા વેપારી દંપતિના લગ્નના ૫૫ વર્ષ થઈ ગયા છે. એમના બાળકોના પણ બાળકો છે. થોડા દિવસ પહેલા પતિને બિઝનેસ માટે વિદેશ જવુ પડ્યું હતું. જેનાથી એમની ૭૫ વર્ષીય પત્ની નારાજ થઈ ગઈ અને પતિના ચરિત્ર પર શંકા કરવા લાગી.

પત્નીએ મહિલા હેલ્પલાઈન ૧૮૧ નંબર પર ફોન કરીને પતિની ફરિયાદ નોંધાવી અને એમના પતિ કાપડના વેપારી છે અને એમની ઓફિસમાં વધારે મહિલાઓ કામ કરે છે. તેઓ કયારે કામ માટે વિદેશ જાય છે અને મને સાથે લઈ જતા નથી. તે કોઈ બીજી મહિલા સાથે પણ વિદેશ જાય છે. મને છૂટાછેડા જોઈએ છે. મહિલા પોલીસ કર્મચારીઓએ વૃદ્ઘાની વાત સાંભળીને પતિથી પણ વાતચીત કરી અને કહ્યું કે તેઓ કામ માટે વિદેશ જાય છે. કામમાં વ્યસ્તને કારણે પત્નીને વિદેશ લઈ જતા નથી. તેઓ ઝઘડાથી કંટાળી ગયા અને એમને પણ છૂટાછેડા જોઈએ છે.

મહિલા પોલીસ કર્મચારીએ જણાવ્યું કે દંપતિને ઘણું સમજાવ્યું, પરંતુ બન્ને સમજવા તૈયાર નથી. વૃદ્ઘાને બે બંગલો છે. એક બંગલો પત્નીને આપવા માટે તૈયાર છે અને દર મહિને ભરણપોષણ પણ આપવાની વાત સ્વીકાર્યા બાદ દંપતિ પોતાની ઈચ્છાથી અલગ થઈ ગયા.

(10:44 am IST)