News of Friday, 7th June 2019
વડોદરામાં જાહેરમાં ધ્રુમપાન કરનારા સામે દંડનીય કાર્યવાહી
વડોદરામાં પ્રતિબંધિત સ્થળોએ ધૂમ્રપાન કરનારા અને તમાકુના ઉત્પાદનોનું સેવન કરનારા વ્યક્તિઓ સામે દંડનીય કાર્યવાહી કરાઈ હતી કસુરવાર કરવાની સાથે, તેમને કાયદાની જોગવાઇઓના પાલનની સમજ આપવામાં આવી હતી.
સન ૨૦૧૯માં અત્યાર સુધીમાં વિવિધ ખાતાઓના દંડાધિકારીઓએ આ કાયદાનો ભંગ કરનારા ૧૦૪, પાસેથી રૂ. ૪૯૫૦/- ના દંડની વસુલાત કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ કાયદાની કલમ ૪ અને ૬ હેઠળ સરકારી કચેરી, સંસ્થાઓ, જાહેર સ્થળો તેમજ શિક્ષણ સંસ્થાઓમાં ધૂમ્રપાન સહિત તમાકુનું સેવન કરનારાઓને દંડ ફટકારવાની સત્તા સંસ્થાના અધિકારીઓને આપવામાં આવી છે
(12:18 am IST)