ગુજરાત
News of Friday, 7th June 2019

બનાસકાંઠાના કાંકરેજના રાનેરમા શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો :એકની અટકાયત

શિહોરી પોલીસે શંકાસ્પદ નકલી ઘીનો 17 કિલો જથ્થો જપ્ત કર્યો

પાલનપુર : બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રાનેર ગામમાં શિહોરી પોલીસે શંકાસ્પદ નકલી ઘીનો 17 કિલો જથ્થો જપ્ત કર્યો છે. સાથે જ એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. તો પકડાયેલા જથ્થાનું સેમ્પલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને તપાસ માટે મોકલી આપ્યું છે.

પકડાયેલા શંકાસ્પદ ઘીના જથ્થાને પગલે કોઈ મોટું રેકેટ પકડાવાની શક્યતા સેવાઈ રહી છે. પોલીસે ઘીનો જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો અને કોણ આપતું હતું તેની તપાસ શરૂ કરી છે.

શિહોરી પીએસઆઈ પી જે જેઠવાએ સ્ટાફ સાથે રાનેરમાં કરિયાણાની દુકાનમાં રેડ કરીને ઘીના જથ્થા સાથે દુકાન ચલાવનાર પ્રજાપતિ રાજેશભાઈ બચુભાઈ (ઉ.વ.35)ની અટક કરી હતી.

(1:12 am IST)