ગુજરાત
News of Friday, 7th June 2019

સુરત;ઉમરા વિસ્તારમાં હોટલમાં મુંબઈની યુવતી પાસે વેશ્યાવૃત્તિ કરાવી પૈસા નહિ ચુકાવતા પોલીસ ફરિયાદ

હોટલ કાઉન્ટર મેનેજર આલોક દુબેની ધરપકડ :અન્ય બે આરોપીઓની શોધખોળ

 

સુરતના ઉમરા વિસ્તારની ઓયસ્ટાર હોટલમાં મુંબઈની યુવતી પાસે વેશ્યાવૃતિ કરાવી સુરતના ત્રણ યુવકોએ રૂપિયા આપતા યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે હ્યુમન ટ્રાફિકિંગનાં એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.જેમાં સુરતની ચર્ચાસ્પદ હોટેલ ઓઈસ્ટાર હોટેલના મેનેજરની ધરપકડ કરી છે  અગાઉ થોડા મહિના પહેલા મોટા પ્રમાણમાં હોટેલમાં મહિલા દારૂની પાર્ટી કરતા પકડાયાઈ હતી.

  ઉમરા પોલીસ સ્ટેશનમાં એક મુંબઈની યુવતીએ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું છે કે, તે મુંબઈ ખાતે રહે છે. અને પતિ સાથે 2007માં છૂટેછેડા થઈ ગયા હતા આર્થિક પરિસ્થિતી સારી હોવાથી મુંબઈમાં અને બહાર ક્યારેક વેશ્યાવૃતિનો ધંધો કરે છે.ત્યારે મુંબઈમાં એક પરિચિત બાપી મંડલે કામ ધંધા અંગે વાત કરતા સુરતના મિત્ર અર્જુનની સાથે સંપર્ક કરાવ્યો હતો. દરમિયાન ત્રણ દિવસ પહેલાં ધંધા અંગે વાત કરતા અર્જુન મુંબઈના કલવા બસ સ્ટેશનથી કારમાં લેવા આવ્યો હતો.

  અર્જુનની સાથે તેનો મિત્ર રાજુ પણ હતો. 4 જૂનના રોજ કારમાં સવારે સુરત આવ્યા હતા. અને અર્જુને કહ્યું હતું કે, એક દિવસના 12 હજાર રૂપિયા આપીશ. ત્યારબાદ બીગ બજારની સામે આવેલી ઓઈસ્ટાર હોટલમાં લઈ ગયા હતા.હોટલમાં કાઉન્ટર મેનેજરને નામ-સરનામુ લખાવી 202 નંબરનો રૂમ આપ્યો હતો. અને બે દિવસ રોકાયેલી હતી.

 દરમિયાન અર્જુન અને રાજુએ અલગ અલગ 8 જેટલા ગ્રાહકો મોકલ્યા હતા. જેથી બે દિવસના 24 હજાર અર્જુન પાસેથી લેવાના હતા. અને યુવતીએ મુંબઈ પરત જવાનું હોવાથી રૂપિયાની માંગણી કરી હતી. જોકે, આપવાની મનાઈ કરી દીધી હતી.જેથી અર્જુન, રાજુ અને હોટલ કાઉન્ટર મેનેજર વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અને પોલીસે હ્યુમન ટ્રાફિકિંગનાં એક્ટ હેઠળ ગુનો નોંધી હોટલ કાઉન્ટર મેનેજર આલોક દુબેની ધરપકડ કરી છે. જ્યારે અન્ય બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

(4:21 pm IST)