ગુજરાત
News of Thursday, 7th June 2018

રાજ્યમાં વીજક્ષેત્રે રોજના 10 હજાર ટન કોલસાની અછત : વીજ કટોકટીના એંધાણ :ગરમીને કારણે વપરાશ વધ્યો

 

અમદાવાદ ;રાજ્યમાં વીજક્ષેત્રે કોલસામાં મોટી ઘટ સર્જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે જેના કારણે આગામી દિવસોમાં વીજકટોકટી સર્જાય તેવી શક્યતાઓ છે. હાલમાં ગરમીના કારણે વીજળીનો વપરાશ વધ્યો છેજેથી રાજ્યમાં 16 થી 17 હજાર મેગાવોટની જરૂર પડે છે તેની સામે કોલસામાં ઘટ પડી રહી છે.રેલવે દ્વારા કોલસાના હેરાફેરી કરવા માટે જે જરૂરી ખાલી રેક ઉપલબ્ધ કરવામાં આવતી હોવાથી જેની સીધી અસર વીજ ઉત્પાદન પર પડી રહી છે.તેમ જાણકારોનું માનવું છે 

ગુજરાતમાં વીજ વપરાશ વધુ હોવાથી પ્રતિદિન 10 હજાર ટન કોલસાની ઘટ પડવાના કારણે થર્મલ પાવર સ્ટેશનોની ઉત્પાદનક્ષમતા પર સીધી અસર પડી રહી છે. એક થર્મલ પાવરનું 2125 ટન લીધુ છે તો 1097 મેગાવોટ વિજઉત્પાદન ફોર્સફુલી બંધ કરાવ્યુ છે. બીજીતરફ ખાનગી કંપનીઓએ 3000 મેગાવોટ વિજળી આપવાનું બંધ કર્યુ હોવાથી જીસેક પર લોડ વધ્યો છે. જો કે પાવર એક્સચેન્જ હોવાથી 3500 મેગાવોટ વિજળી ખરીદવી પડે છે જેનો ભાવ એક યુનિટના રૂ.6 ચુકવવામાં આવી રહ્યા છે.

   છેલ્લા મહિનાથી કોલસાના પુરવઠામાં ઉત્તરોત્તર ઘડાટો થતા જીસેક પાસે જે સ્ટોક ઉપલબ્ધ હતો તેમાં પણ મોટો ઘટાડો થયો છે. એટલું નહીં ગુજરાતમાં પ્રતિદિન કોલસાની 10 રેકના સ્થાને પાંચથી સાત રેક મળે છે જે આવનારા સમયમાં વિજક્ષેત્રે પડી રહેલી ઘટ ચિંતાજનક બાબત કહી શકાય. જો કે કોલસાની પડી રહેલી ઘટથી આવનારા સમયમાં લોકોએ સોલાર પાવરથી વિજ ઉત્પાદીત કરવું ફરજિયાત બની જશે. જેનું સરકારે જોરશોરથી સબસીડી સાથે જાહેરાતો કરવાનું શરૂ કરી દીધુ છે.

(10:22 pm IST)