ગુજરાત
News of Thursday, 7th June 2018

બારડોલી નજીક એસ.ટી.બસ-કાર વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અફડાતફડી

કરમસદ:થી બારડોલી તરફ જતી એસટી બસ આજે વહેલી સવારના પોણા પાંચેક વાગ્યાના સુમારે આણંદ-વિદ્યાનગર રોડ ઉપર આવેલા પ્રમુખ સર્કલ પાસેથી પસાર થતી હતીત્યારે નવા બનેલા સંકેતવાળા રોડ તરફતી પુરપાટ ઝડપે આવી ચઢેલી કાર એસટી બસ સાથે ભટકાઈ હતી જેમાં કારની આગળના ભાગનો લોચો વળી જવા પામ્યો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી. અકસ્માતને પગલે લોકોના ટોળે-ટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.

(7:09 pm IST)