ગુજરાત
News of Thursday, 7th June 2018

કપડવંજના બાયડ રોડ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બે મોતને ભેટ્યા

ખેડા:ના જિલ્લાના કપડવંજ પાસે આજે સાંજના સમયે થયેલ ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. ટ્રક અને કાર વચ્ચે આ અકસ્માત થયો હતો, જે દરમ્યાન કારમાં સવારે બંને મુસાફરોના મૃત્યુ થયા છે. ઘટના બાદ કપડવંજ ટાઉન પોલીસ ઘટના સ્થળ પર પહોચી હતી, જેઓએ ટ્રક ચાલકની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ કપડવંજથી બાયડ તરફના રોડ પર જીઆઇડીસી પાસે આજે સાંજના સમયે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. બાયડ તરફથી પુરપાટ ઝડપે આવી રહેલી ઇકો કાર નંબર જીજે-૭, બીબી.૧૩૮૨અને કપડવંજ તરફથી જઇ રહેલ ટ્રક નંબર એમએચ.૪૩. બીસી.૮૧૨૦ના ચાલકોએ પોત પોતાના વાહનો પુર ઝડપે હંકાર્યા હતા. જેના કારણે આ બંને વાહનો એક બીજા સાથે ભટકાતા ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માતમાં ઇકો કારના ફુરચેફુરચા ઉડી જવા પામ્યા હતા. જેને લઈને કારમાં સવાર દામોદરદાસ સુરપાલદાસ શર્મા-(ઉંમર ૬૨ વર્ષ) રે-ઠાસરા તથા પ્રકાશ સોહનલાલ (ઉંમર-૩૦ વર્ષ) રે- બાયડ)ના ગંભીર ઈજાઓ થવાને કારણે મોત થયા હતા. લખાઇ રહ્યું છે ત્યા સુધી કપડવંજ પોલીસ પોસ્ટ મોર્ટમ અને ફરીયાદ દાખલ કરવાની કાર્યવાહી કરી રહી છે. જોકે પોલીસ તપાસના અંતે સમગ્ર અકસ્માત માટે કોણ જવાબદાર છે તે જાણવા મળશે.

(7:07 pm IST)